ભારતીય વેદિક લગ્ન પરંપરા મુજબ સંપૂર્ણ રીતે શાસ્ત્રીય ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય એ રીતે લગ્ન વિધિ યોજવાનો હવે સહુ યજમાનો આગ્રહ રાખે છે. તેમાય જયારે ગુજરાત બહારથી કે વિદેશથી મહેમાનો ખાસ આવવાના હોય ત્યારે લગ્ન વિધિની સાથે લગ્નગીત પણ વેદિક સંસ્કૃત શ્લોક ગાન સાથેના ટ્રેડીશનલ લગ્નગીતોના કાર્યક્રમની સાથે સાથે જો દુલ્હા – દુલ્હનની વિશિષ્ટ એન્ટ્રી પણ ભારતીય શાસ્ત્રીય નુત્ય ‘ભારતનાટ્યમ’ના કલાકારો દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવે તો તેની શોભા જ અનેરી છે. એમ કહેવાય કે, ‘સોનામાં સુગંધ ભળી’